મોરબી : હળવદના રાતાભે ગામ પાસે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી એક હીટાચી મશીન તથા 3 ડમ્પર પકડી લઈ સિઝ કરી હળવદ પોલીસને સોંપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ હળવદના રાતાભે ગામે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે રેડમાં એક ટાટા હિટાચી કેશરી કલરનું સીરીયલ નંબર sp ૨૦૦-૨૮૬૬૯ ને સૉફ્ટ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ અને એક ડમ્પર નંબર જીજે-૩૬-વી-૪૦૦૯ આશરે ૩૦ મે.ટન સોફ્ટ મોરમ ભરેલી હાલતમાં અને ૦૨ ડમ્પરને સોફ્ટ મોરમ ભરવા હેતુ સ્થળે ખાલી હાલતમાં પડેલ જેના નંબર જીજે-૩૬-v-૨૨૬૮ અને જીજે-૧૩-એડબ્લ્યુ-૭૧૬૯ હતા. આ તમામ વાહન તથા મશીનરીને પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન, હળવદ ખાતે મૂકી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.