મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર આવેલ માર્કો વિલેજ ખાતેથી એક આધેડ ગુમ થયા અંગેની અરજી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. જેમાં ગુમ થનારના પુત્ર વિવેકભાઈ સુરેશભાઈ રાવળદેવ લએ અરજીમાં જણાવ્યું છે કે, તેઓના પિતા સુરેશભાઈ ખોડીદાસભાઈ રાવળદેવ (ઉં. વ.47) ગત તારીખ 21 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે ઘરેથી કીધા વગર નીકળી ગયા છે.વધુમાં જણાવ્યું છે કે, ગુમ થનાર સુરેશભાઈ છેલ્લા બે મહિનાથી બેરોજગાર હોય અને ઘરેથી તેમની દીકરીને કામ ધંધો ગોતવા માટે જાવ છું કહીને નીકળ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ન હોય પરિવારજનોએ આસપાસમાં અને સગા સંબંધીઓમાં તપાસ કરી હતી. પરંતુ તેમની કોઈ ભાળ મળી ન હતી. જેથી પોલીસ સ્ટેશનમાં અરજી આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. સાથે જ કોઈને ભાળ મળે તો મો. નં. 9662353264, 9316812663 પર જાણ કરવા જણાવ્યું છે.