મોરબી : આજે શ્રી કાલિકાનગર પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન બાળકોને આરોગ્ય વિશેનું માર્ગદર્શન આપી સવારે વહેલું ઉઠી બ્રશ કરી નહીધોઈને તૈયાર થવું, સ્વચ્છ કપડાં પહેરવા, જમ્યા પહેલાં હાથ સાબુથી ધોવા, સમયાંતરે નખ કાપવા, વાળ કપાવવા, જાજરૂ ગયા પછી હાથ સાબુથી ધોવા, બહારનો વાસી ખોરાક કે નુકસાન કારક પડીકા ન ખાવા, ઘરે બનાવેલો ખોરાક - નાસ્તો જ ખાવો, ઘરની આજુબાજુ ગંદકી થવા દેવી નહીં, શેરીઓ અને ગામને સ્વચ્છ રાખવા વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેથી મોટા ભાગની બીમારીઓને અટકાવી શકાય. આ કાર્યક્રમમાં બાળકોના આરોગ્યની તપાસણી મોરબી તાલુકા આરોગ્યમાંથી ડૉ. જીગ્નેશભાઈ ભોરણીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.