ટંકારા : ટંકારા તાલુકા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે 22 ઓગસ્ટના રોજ પણ ટંકારા તાલુકાના સાવડી ગામે સારો વરસાદ વરસ્યો હતો. બપોરના સુમારે સાવડી ગામે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.