મોરબી : લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સંયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-2 દ્વારા પ્રાથમિક શાળા મકનસર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.દીપક બાવરવાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું. આરોગ્ય સ્ટાફ MPHS દિપકભાઈ વ્યાસ CHO મેઘના બેન વરસાત, MPHW દિલીપભાઈ ચાવડા, તથા પ્રિન્સિપલ માનસી બેન ભટ્ટ તથા શિક્ષકો અને આશા વર્કર દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ અને વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.