મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 ઓગસ્ટ ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અજમો, વરીયાળી, તુવેર, ચણા, કાળા તલ અને રાય ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 195 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 544 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 108 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1960 સુધી બોલાયા હતા. તો મગફળીના 900, જીરુંના 3600, બાજરાના 561, અજમાના 1355, વરીયાળીના 1300, તુવેરના 1236, ચણાના 1086, કાળા તલના 4000 અને રાયના 1424 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 180 રૂપિયા, રીંગણાના 180 રૂપિયા, કારેલાના 100 રૂપિયા, ગુવારના 600 રૂપિયા, ભીંડાના 360 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 200 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 140 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.