મોરબી : પીજીવીસીએલ દ્વારા પાવરને લગતી ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેથી હવે પાવરને લગતી કોઈપણ ફરિયાદ નોંધાવવા માટે કોલ સેન્ટર પર ફરિયાદ નોંધાવાની જરૂર નથી. વોટ્સએપ દ્વારા આ ફરિયાદ નોંધાવી શકાશે. જે માટે વોટ્સએપ નંબર 9512019122 પર પીજીવીસીએલની પાવરને લગતી કોઈપણ ફરિયાદ લોકો નોંધાવી શકશે.