મોરબી : આજે તારીખ 21-8-2025ના રોજ મોરબી ખાતે બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન કાલરિયા તથા મધૂરમ ફાઉન્ડેશનના મધુસૂદન પાઠક તરફથી આ આયોજન કરાયું હતું. બંને સ્થળ પર મળીને 400 જેવાં અલભ્ય રોપાઓ માટે સેંકડો લોકો ઉમટી પડેલા, કુલ 110 જેટલા ભાઇઓ બહેનો ઉત્સાહ પૂર્વક રોપા લેવા આવતા મિનિટોમાં વિતરણ પૂર્ણ થયા હતા. ત્યારે લોકોનો અદભૂત પ્રતિભાવ જોઇને હજુ પણ આવા કાર્યક્રમો મોરબી ખાતે ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું.