મોરબી : મોરબીમાં આવતીકાલે શુક્રવારે વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે. જે અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયુ છે કે 'વોટ ચોર ગાદી છોડ'ના નારા સાથે વોટ ચોરી વિરુદ્ધમાં અવાજ ઊઠાવવા તા. ૨૨ને શુક્રવારના સવારે ૧૦:૩૦ કલાકે ઓમશાંતિ સ્કુલ ગ્રાઉન્ડ, સરદારબાગ સામે પ્રતિક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા લોકોને આહવાન છે.