મોરબી જીલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નિરની આવક : અનેક ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયોમોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા મોટાભાગના ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ અનેક ડેમોના કેચમેન્ટ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમી-3 અને ડેમી-2 ના કેચમેન્ટ વિસ્તારમાં એક ઇંચ, મચ્છુ-2 તથા મચ્છુ-1ના કેચમેન્ટ વિસ્તારમાં અડધો ઇંચ, ડેમી-1ના કેચમેન્ટ વિસ્તારમાં પોણો ઇંચ, બંગાવડી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ મચ્છુ-3 ડેમમાં 139 ક્યુસેક પાણીની આવક થતા એક દરવાજો 2 ઇંચ ખોલવામાં આવ્યો છે. તમામ ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી-3 ડેમ 2.67%, મચ્છુ-2 ડેમ 49.75%, મચ્છુ-1 ડેમ 68.70%, ડેમી-2 ડેમ 30.14%, ઘોડાધ્રોઇ ડેમ 84.01%, ડેમી-1 ડેમ 21.88%, બંગાવડી ડેમ 10.53%, બ્રાહ્મણી-1 ડેમ 97.88%, બ્રાહ્મણી-2 ડેમ 57.32% અને મચ્છુ-3 ડેમ 67.84% ભરાયેલો છે.