મોરબી : આજે તા. 20-8-2025ના રોજ મોરબી જિલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, તાલુકાઆંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર તલાટી, નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર વગેરે અધિકારી/કર્મચારીને E-Olakh પોર્ટલમાંથી CRS પોર્ટલમા સ્વીચ ઓવર કરવા અંગેની જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની ટી.ઓ.ટી. તાલીમ આપવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ મોરબી મહાનગરપાલિકાના ડો.રાહુલ કોટડીયા અને જિલ્લા આંકડા મદદનીશ વી.એમ. બાદી હાજર રહી અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ જન્મ મરણ મોરબી માવજી પરમાર દ્વારા CRS પોર્ટલ અંગેની સવિસ્તાર જન્મ - મરણની એંટ્રી કરવાની જાણકારી આપી હતી.