હમીરપર, કલ્યાણપર, મીતાણા, મોટા ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદટંકારા : આજે તારીખ 20 ઓગસ્ટના રોજ ટંકારા અને આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન મેઘરાજાએ મહેર કરી છે. બે કલાકમાં લગભગ એક ઈંચ વરસાદ પડતાં મોલાતની મહેક સાથે વાતાવરણ ખુશનુમા બન્યું છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. કારણ કે આ વરસાદ ખેતરો માટે અમૃત સમાન સાબિત થશે. ખેતીને પોષણ આપતો આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. જેનાથી આગામી પાકની આશા વધી છે.ટંકારા તાલુકા પંથકમાં સારો વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારથી જ તાલુકાના હમીરપર ગામે સારો વરસાદ વરસ્યો છે. તો કલ્યાણપરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. મીતાણામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. મોટા ખીજડીયા ગામે પણ એકંદરે સારો વરસાદ પડ્યો છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.સવારે 8થી 10નો વરસાદમાળિયા : 0 mmમોરબી : 5 mmટંકારા : 22 mmવાંકાનેર : 6 mmહળવદ : 0 mm