તહેવાર ટાણે જ મોરબી એસટી વિભાગને ટ્રાફિક ન મળ્યોમોરબી : સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં એસટી વિભાગની આવક વધતી હોય છે પરંતુ આ વખતે મોરબી એસટી વિભાગને સાતમ-આઠમના તહેવારોમાં પૂરતો ટ્રાફિક ન મળવાથી વધારાની આવક થઇ ન હતી. ઉલટું જન્માષ્ટમી અને નોમના દિવસે મોરબી એસટી ડેપોને નિયમિત સરેરાશ આવક કરતા પણ ઓછી આવક થઇ હતી. બીજી તરફ તહેવારના દિવસોમાં અનેક ગ્રામ્ય રૂટ ઉપર રૂટ કેન્સલ કરવામાં આવતા આવક ઘટી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી એસટી વિભાગને સામાન્ય દિવસોમાં દૈનિક 3 લાખથી લઈ સાડા ત્રણ લાખની આવક થાય છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં એસટી વિભાગને દૈનિક આવકની તુલનાએ દોઢથી બે લાખ કે ડબલ આવક થતી હોય છે. પરંતુ આ વર્ષે મોરબી એસટી ડેપોને રૂટિન આવક કરતા પણ ઓછી આવક થતા જન્માષ્ટમીનો તહેવાર ફળ્યો ન હતો. નાગપંચમીથી તહેવારો શરૂ થતા પ્રથમ ત્રણ દિવસ એટલે કે, પાંચમ, છઠ્ઠ અને સાતમ દરમિયાન સરેરાશ 50 હજાર જેટલી આવક વધી હતી. પરંતુ જન્માષ્ટમી અને નોમના દિવસે સરેરાશ આવક કરતા પણ આવક ઘટી ગઈ હતી. જો કે, ગઈકાલે મીની વેકેશન ખુલવાની પૂર્વ સંધ્યાએ દૈનિક આવકમાં દોઢ લાખનો વધારો થયો હતો.મોરબી એસટી ડેપો દ્વારા સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ 18 થી 19 હજાર કિલોમીટર રૂટના સંચાલન થતા હોય છે. જો કે, તહેવારોના ચાર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા લોકોની સંખ્યા ઘટી જતા મોરબી એસટી ડેપો દ્વારા અનેક ગ્રામ્ય રૂટ બંધ કરી દેવાયા હતા અને અંદાજે 19 હજાર કિલોમીટરનું સંચાલન ઘટી ગયું હતું. બીજી તરફ તહેવારોમાં ટ્રાફિક પણ વધ્યો ન હોવાથી એક પણ રૂટનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું ન હોવાથી પણ આવકમાં ઘટાડો નોંધાયો હોવાનું એસટીના સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે તહેવાર દરમ્યાન ગ્રામ્ય રૂટ પર અપડાઉન કરતા લોકો અને વિદ્યાર્થીની સંખ્યા ઘટતા રૂટ ઓછા કરવામાં આવતા સાતમ આઠમ ઉપર આવક ઘટી છે. મોરબી એસટીને છ દિવસ દરમિયાન થયેલી આવકતારીખ આવક13-08 રૂ.4,31,79214-08 રૂ.4,59,45215-08 રૂ.4,04,01516-08 રૂ.3,32,69217-08 રૂ.2,97,68918-08 રૂ.5,58,061કુલ રૂ.24,83,701