ટંકારા : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ટંકારા પંથકમાં આજે સવારથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ટંકારાના લજાઈ ગામે આજે સવારથી જ સારો વરસાદ શરૂ થયો છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ ભારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેના કારણે ગામમાં અને હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.