ટંકારા : જાણીતા હવામાન આગાહીકાર કિંજલ આર. છૈયાએ આગામી બે દિવસ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડવાની આગાહી કરી છે. કિંજલ આર. છૈયાની વિગતો અનુસાર આજે 20 ઓગસ્ટ અને આવતીકાલે 21 ઓગસ્ટના રોજ ગુજરાતના અમુક વિસ્તોરમાં ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે.ખાસ કરીને સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારો જેવા કે સુરેન્દ્રનગર, ધોળકા, લીંબડી, બાવળા, નળસરોવર, વિરમગામ, સાબલી, લીલાપુર રોડ, સાંતલપુર, ધ્રાંગધ્રા, હળવદ, જામનગર અને આસપાસના વિસ્તારો જેવા કે, ખંભાળીયા, ભાટિયા, દાત્રાણા, સલાયા, વાડીનાર, સિક્કા, જામનગર, ધુવાવ, ધ્રોલ, ટંકારા, કચ્છ અને આસપાસના વિસ્તારો જેવા કે, માનફરા, રાપર, આડેસર, જખૌ, નલિયા, કોટડા, નખત્રાણા, ધોળાવીરા, લોદરાની, લખપત, ફુલેરામાં સારો વરસાદ પડશે.