મોરબી : મોરબી શહેરના જોન્સનગરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યુ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી હમીદાબેન અસગરભાઈ જેડા ઉ.35 રહે.લુકસ ફર્નિચર વાળી શેરી, મોરબી વાળીને હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 15,600 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂની આ બોટલો આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે.વાવડી રોડ વાળાએ વેચાણ માટે રાખી હોવાનું કબુલતા પોલીસે અલ્તાફ ઉર્ફે રાજાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.