મોરબી : મોરબીમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા વિદેશી વસ્તુઓના બહિષ્કાર માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા આડેધડ ટેરીફ ઝીંકીને ઇકોનોમી વોર છેડવામાં આવ્યું છે. ત્યારે આપણે આપણા દેશમાં જ બનતી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદેશી પ્રોડક્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ.