મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડની સામે શનાળા રોડ પર ગુજરાત હઉસિંગ બોર્ડ ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવજીને સુંદર ફુલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય દિપમાળાનું આયોજન કરાયું હતું. જેના સહયોગી ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ (ભુરાભાઈ જીઆઈડીસી) હતા. તેમજ મહેન્દ્રનગર બ્રાંચના સૌજન્યથી જાણીતા ભાવિકભાઈ ગજ્જરના પ્રખ્યાત કોહિનુર બેન્ડના સુરાવલી સંગીતના તાલે ભવ્યાતિભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.મહાઆરતી ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર તથા સદગુરુ ફ્લાવર પરિવાર દ્વારા તથા ભાજપ શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, ભુપતભાઈ જારીયા, કેવિનભાઈ શાહ, મોરબી જિલ્લાના અગ્રણી મહિલા સામાજિક કાર્યકર આરતીબેન રત્નાણી દ્વારા ઉતારવામાં આવી હતી. આ મહાઆરતીનું સંચાલન મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.