મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં. ૨ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઇ કામગીરીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દાણાપીઠ, વાંકાનેર દરવાજા ખાતે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા એજન્સીને સોંપાયેલ GVPની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.વધુમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૧૨થી ૧૮ ઓગસ્ટ દરમિયાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલસ અંતર્ગત રૂ. ૪૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તથા વૈભવનગર ખાતે આવેલ નાલા સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મણી મંદિર ESRના બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તથા જુલાઇ માસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરતાં સેનેટરી સબ ઇન્સ્પેકટર, ઝોન ઇન્ચાર્જ તથા સફાઇ કર્મચારીને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમ ડેપ્યુટી કમિશ્નર(પ્રોજેક્ટ)ની યાદીમાં જણાવાયું છે.