મરચાં, રીંગણા, કારેલા, ગુવાર સહિતના શાકભાજીના ભાવ ઘટ્યામોરબી : છ દિવસના જન્માષ્ટમીના વેકેશન બાદ આજે તારીખ 19 ઓગસ્ટ ને મંગળવારથી મોરબી માર્કેટિંગ યાર્ડ ખુલ્યું છે. આજથી યાર્ડમાં કામકાજ શરૂ થતાં જ વિવિધ જણસીઓ અને શાકભાજીની આવક થઈ છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 19 ઓગસ્ટ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, ચણા, સીંગફાડા અને સુવાદાણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 181 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 545 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 60 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1826 સુધી બોલાયા હતા. તો મગફળીના 985, જીરુંના 3570, બાજરાના 536, ચણાના 1134, સીંગફાડાના 1397 અને સુવાદાણાના 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 240 રૂપિયા, રીંગણાના 200 રૂપિયા, કારેલાના 160 રૂપિયા, ગુવારના 600 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 900 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 200 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 140 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.