દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વાર અને રાત્રે એકવાર લાઈટ જતી હોવાના સ્થાનિકોના આક્ષેપો: હેલ્પલાઇન નંબરો વ્યસ્તમોરબી: મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજળી ગુલ થવાના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને 11 કેવી વિશાલ દીપ ફીડર હેઠળ આવતા વિસ્તારો, જેમાં રચના સોસાયટી સહિતના વિસ્તારોમાં આખા મહિના દરમિયાન દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વાર અને રાત્રે એકવાર લાઈટ જતી રહેતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પણ વીજ ધાંધિયાની ફરિયાદો ઉઠી રહી છે. તેમજ, ફરિયાદ નોંધાવવા માટે જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો પણ સતત વ્યસ્ત આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે નાગરિકો દ્વારા સત્વરે આ સમસ્યાના નિરાકરણની માંગ ઊઠી છે.