કાર્ડિયોગ્રામ અને ડાયાબિટીસ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરાશે: દર્દીઓએ તેમના જૂના તમામ રિપોર્ટ્સ તથા એક્સ-રે સાથે લાવવા અનુરોધ મોરબી: મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી, મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી 24 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9-30 થી 1 વાગ્યા સુધી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર રોડ, મોરબી ખાતે યોજાશે.આ કેમ્પમાં નિષ્ણાત અને અનુભવી ડોકટરોની ટીમ સેવા આપશે. જેમાં એમ.ડી. ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, પેટના રોગના નિષ્ણાત, કાન, નાક, ગળાના નિષ્ણાત, આંખના રોગના નિષ્ણાત, તેમજ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાત ડોકટરો દ્વારા દર્દીઓને મફત આરોગ્ય તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે.કેમ્પમાં આવનારા જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ અને ડાયાબિટીસ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. દર્દીઓને તેમના જૂના તમામ રિપોર્ટ્સ તથા એક્સ-રે સાથે લાવવા જણાવાયુ છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વધુમાં વધુ લોકોને આ નિ:શુલ્ક આરોગ્ય સેવાનો લાભ લેવા અપીલ કરાઈ છે.