પુલ ઉપર બાઇકને ઠોકર મારવાનું શરૂ કર્યા બાદ બાઈકચાલકોએ કાર ચાલકનો પીછો કરી સ્ટેશન રોડ પાસે ઉભી રખાવી પાઠ ભણાવ્યો મોરબી : મોરબીમાં દારૂ પીધેલા કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી અનેકને ઠોકર મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે અન્ય વાહનચાલકોએ આ કાર ચાલકનો પીછો કરી તેની કાર ઉભી રખાવી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રીના સમયે એક કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવીને પુલ ઉપર બાઇકને હડફેટે લીધું હતું. ત્યારબાદ તેને રસ્તામાં બીજા વાહનોને પણ ઠોકર મારી હતી. જેથી બાઇક ચાલકો તેનો પીછો કરતા કરતા સ્ટેશન રોડ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સામે આ કાર ચાલકને ઉભો રાખી લોકોએ મેથીપાક આપ્યો હતો. આ કારની તલાસી લેતા તેમાંથી દારૂ જેવા પ્રવાહીના પાઉંચ પણ મળ્યા હતા. બાદમાં લોકોએ આ કારચાલકને પોલીસ હવાલે કર્યો હતો.બી ડિવિઝન પોલીસે દારૂ પીને કાર ચલાવતા મહેશભાઈ મુળજીભાઈ પાટડીયા ઉ.વ.૩૯ રહે.મકનસરવાળા સામે એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧) તથા પ્રોહી. એકટ કલમ ૬૬(૧)બી મુજબ ગુનો દાખલ કરી તેની બ્રેજા કાર રજી. નંબર GJ-36-R-2320 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.