પાવડીયારીમાં સિરામિક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાતમોરબી : મોરબી તાલુકામાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવમાં બે પરપ્રાંતીય શ્રમિકોના અકાળે અવસાન થયા હતા. જેમાં લાલપરમાં પાણી ભરવા જતા વીજ શોક લાગવાથી તેમજ પાવડીયારીમા ફેકટરીના લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ યુવાને આપઘાત કરી લીધો હતો.પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના પાવડીયારી ગામની સીમમાં આવેલ લકઝરી સિરામિક ફેકટરીમાં કામ કરતા સુરેશભાઈ મંગીલાલભાઈ માલવીયા ઉ.26 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં લાલપર ગામની સીમમાં આવેલ પ્રિયા સિરામિક ફેકટરીમાં આરઓ પ્લાન્ટમાં પાણી ભરવા ગયેલ મૂળ પશ્ચિમ બંગાળના વતની માણિકચંદ્ર લાલિતભાઈ ગોપે ઉ.35 નામના શ્રમિકને વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.બન્ને બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.