મોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામે સરસ્વતી શિશુમંદિર નજીક જીજે - 12 - બીઝેડ - 7681 નંબરના ટ્રક ચાલકે જીજે - 36 - એસી - 0123 નંબરની ફોર્ચ્યુનર કારને ટક્કર મારી નુકશાન પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે કાર માલિક દિલીપભાઈ રતિલાલભાઈ આદ્રોજા રહે.એવન્યુ પાર્ક મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.