ધર્મ ભક્તિ સોસાયટીના રહેવાસીઓ લાઈટ કાપથી કંટાળી કચેરીએ પહોંચ્યા, પણ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતાટંકારા : ટંકારાના આર્યનગરની ધર્મભક્તિ સોસાયટીના રહીશોએ વીજ પ્રશ્ને પીજીવીસીએલ કચેરીની તાળાબંધી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ અહીં રજુઆત કરવામાં આવ્યા ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા. જેથી રોષે ભરાઈને આ પગલું ભર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નગરપાલિકાના આર્યનગર વિસ્તારમાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી લાઈટની સમસ્યા હતી. રહિશોએ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સાથે પીજીવિસીએલ કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. તહેવાર ટાણે જ લાઈટ કાપથી કંટાળી રહીશો કચેરીએ પહોચ્યા હતા. જ્યા કોઈ જવાબદાર અધિકારી ન હોય ઉપસ્થિત કર્મચારીએ ગેરવર્તન પણ કર્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ ઘટનાને પગલે રહીશોએ પીજીવીસીએલની કચેરીને તાળાબંધી કરી દીધી હતી.