મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના હિત અને સરળતા માટે વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી હવે મોરબીના નાગરિકો ઘેર બેઠા ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવાની તેમજ અન્ય મહત્વની સેવાઓનો સરળ રીતે ઉપયોગ કરી શકશે. આ નવી ડિજિટલ સેવા દ્વારા નાગરિકો પોતાની મિલકતની માહિતી જોઈ શકશે અને ટેક્સની રકમ જાણી શકશે. તેમજ ઓનલાઈન ચુકવણી પણ કરી શકશે. વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા માત્ર 15 દિવસમાં રૂપિયા 1,38,01217 નો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.મોબાઇલ એપ્લિકેશનની એન્ડ્રોઇડ યુઝર માટેની લીંક- play.google.com/store/apps/details?id=com.mmc.morbiમોબાઇલ એપ્લિકેશનની iOS યુઝર માટેની લીંક-apps.apple.com/in/app/morbi-municipal-corporation/id6749642402આ રીતે ભરો ઓનલાઈન ટેક્સ1. mmcgujarat.in/ વેબસાઈટ ખોલો2. Citizen service- property tax પર ક્લિક કરો3. તમારો મોબાઈલ નંબર અને કેપચા દાખલ કરો 4. તમારા મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો અને લોગીન કરો 5. property tax pay પર ક્લિક કરો 6. તમારો ટેનામેન્ટ નંબર દાખલ કરો7. Show payable amount પર ક્લિક કરો8. Pay now પર ક્લિક કરો9. નીચે મુજબના પેમેન્ટના વિકલ્પનો ઉપયોગ કરો- QR CODE- UPI ID- ડેબિટ/ક્રેડિટ કાર્ડ- વોલેટ- નેટ બેન્કિંગમોરબી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે, તેઓ નવી વેબસાઈટ અને મોબાઇલ એપ ડાઉનલોડ કરી ડિજિટલ સેવાનો લાભ લે અને મોરબીને સ્માર્ટ શહેર બનાવવામાં સહયોગ આપે. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા અન્ય મોડ્યુલ પણ લોન્ચ કરવામાં આવશે.