મોરબી : હળવદ તાલુકામાં તેમજ ઉપરવાસમાં સારા વરસાદને કારણે બ્રાહ્મણી -2 ડેમ ઓવરફ્લો થયો છે. હાલ આ ડેમનો એક દરવાજો ખોલાયો છે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી -2 (શક્તિસાગર) ડેમ રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે. આ ઉપરાંત હજુ પણ 436 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેથી ડેમનો એક દરવાજો 6 ઈંચ જેટલો ખોલીને 436 ક્યુસેક પાણીની જાવક ચાલુ કરવામાં આવી છે. જેને પગલે સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામને તકેદારીના પગલાં લેવા તથા ઢોર ઢાખરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત કરવામાં આવ્યા છે.