મચ્છુ-2 ડેમ 43.57 ટકા ભરાયો : બ્રાહ્મણી-1 ઓવરફ્લોમોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ગઈકાલે વરસાદી માહોલ જામતા મોટાભાગના ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ મચ્છુ-3માં એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે.મચ્છુ-2, મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમમાં સવારે 6 વાગ્યાની સ્થિતિએ પાણીની આવક હજુ ચાલુ હતી. તમામ ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી-3 ડેમ 2.68%, મચ્છુ-2 ડેમ 43.57%, મચ્છુ-1 ડેમ 68.02%, ડેમી-2 ડેમ 30.14%, ઘોડાધ્રોઇ ડેમ 81.67%, ડેમી-1 ડેમ 20.15%, બંગાવડી ડેમ 10.54%, બ્રાહ્મણી-1 ડેમ 97.89%, બ્રાહ્મણી-2 ડેમ 48.50% અને મચ્છુ-3 ડેમ 67.65% ભરાયેલો છે.