મોરબી : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે નાનાભેલા ગામમાં શ્રી રામેશ્વર ઢોલ- ત્રાસા યુવા મંડળના યુવાનો દ્વારા શોભાયાત્રા, રાસ ગરબા તથા મટુકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે રામજી મંદિરના ચોક માથી બાળ કૃષ્ણ (હર્ષિલ ભાવેશભાઈ કાવર ) સાથે શોભાયાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી હતી. કૃષ્ણ જન્મોત્સવ ના ભક્તિમય વાતાવરણ વચ્ચે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અને શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી. ત્યાર બાદ હરેશદાન ગઢવી તથા અવનીબેન ગૌસ્વામી અને તેની ટીમે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને મટુકી ફોડ બાદ સમૂહ ફરાળ લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રામેશ્વર ઢોલ-ત્રાસા યુવા મંડળ-નાનાભેલા ના પ્રમુખ-ઉપપ્રમુખ અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.