વાંકાનેર : વાંકાનેર શહેર નજીક આવેલ જ્યોતિ સિરામિક ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી નિલેશભાઇ જગદીશભાઇ દાધોડીયા, લાલાભાઇ ધીરૂભાઇ ડાંગાણી, રોહીતભાઇ સોમાભાઇ ડાગરેચા, બાબુભાઇ ભવાનભાઇ દેગામા, પ્રવિણભાઇ ધીરુભાઇ ડાંગરોસા અને અરજણભાઈ અમથુભાઈ ગેલડીયાને રોકડા રૂપિયા 6030 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.