મોરબી, હળવદ, માળિયા, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાંજે મેઘરાજાની પધરામણી મોરબી : મોરબી જીલ્લામાં આજે જન્માષ્ટમીના અવસરે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે આ વરસાદે ખેડૂતોને રાજીના રેડ કરી દીધા છે. મોરબી જીલ્લામાં ગત રાત્રિથી જ ઘણી જગ્યાએ મેઘસવારી શરૂ થઈ હતી. ત્યારબાદ આજે સાંજના અરસામાં મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા અને હળવદ પંથકના મોટાભાગના ગામોમાં વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ તો રોડ ઉપર નદીઓ વહે તેવો વરસાદ વરસ્યો છે. ઘણી જગ્યાએ માત્ર ઝરમર જ વરસ્યો છે. આ વરસાદ સાથે ભારે ગાજવીજ અને પવન પણ છે. હાલ તો મેઘરાજાના આગમનથી ખેડૂતોને રાહત મળી છે.