ગ્રામજનોએ દારૂ લઈ જતા બે શખ્સોને રંગે હાથ ઝડપ્યા : દારૂના દુષણ સામે કડક કાર્યવાહીની માંગમોરબી : મોરબી જિલ્લાના દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ દેશી દારૂના હાટડાઓ ઠેક-ઠેકાણે ધમધમી રહ્યા છે. તેવામાં હવે ગામના જાગૃત નાગરિકો સ્વયં જાગૃત થઈ રહ્યા છે. આવું જ જેતપર ગામે થયું છે. ત્યાં ગ્રામજનોએ ભેગા મળી દારૂની હેરફેર ઉપર જનતા રેડ પાડી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જેતપર ગામે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં દારૂના દુષણનો મુદ્દો ઉઠ્યો હતો. જેને પગલે સરપંચ દ્વારા તાલુકા પીઆઈને કડક કાર્યવાહી કરવા લેખિત રજુઆત પણ કરી હતી. તેવામાં આજે ગામમાં બે શખ્સો બાઇક પર દેશી દારૂની હેરફેર કરી રહ્યા હોય, ગ્રામજનોએ ભેગા થઈ બન્નેને પકડી લીધા હતા. આ સમગ્ર ગેરકાનૂની પ્રવૃત્તિ તેઓએ મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે પોલીસ દારૂ વેચનાર તથા સેવન કરનાર સામે કડક હાથે કામ લ્યે તેવી માંગ છે.