મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રીના વરસાદી માહોલ સર્જાયા બાદ આજે સાંજના અરસામાં પણ ધીમી ધારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આ સાથે ભારે પવન પણ છે. આજે જન્માષ્ટમીના પાવન અવસરે એક તરફ મેળાઓ ચાલી રહ્યા છે. તેવામાં મેઘરાજાએ પણ પધરામણી કરી છે. વરસાદના કારણે મેળાઓની મજા બગડે તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી પધારતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.