મોરબી : મોરબીની ફ્લોરા 158 સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીનો મહોત્સવ ધામધૂમથીથી ઉજવાય છે. જેમાં ફ્લોરા 158 સોસાયટીમાં 10 મટકી બાંધી મટકીફોડનો કાર્યક્રમ હર્ષોલ્લાસ થી ઉજવવામાં આવ્યો હતો. રાસ ગરબા રમી સાથોસાથ સમગ્ર સોસાયટીના રહેવાસીઓ એક સાથે ફરાળ કરી ઉમંગભેર જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. સોસાયટીના પ્રમુખ નિમેષ જીવાણી અને તમામ કમિટી મેમ્બરોએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.