મોરબી : મહેન્દ્રનગર ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જુના ગામ તથા વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા સાથે ચાચરીયા ચોકમાં મટકીફોડનો કાર્યક્રમ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. સૌએ સાથે મળીને રાસ ગરબા રમી પુરા ઉર્ષ અને ઉમંગથી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. જેમાં મહેન્દ્રનગર ગૃપ તથા કિશોરભાઇ બોપલિયાએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.