કપાસમાં દવાના છંટકાવ કરતી વેળાએ બની ઘટનામોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામની સીમમાં વાડીમાં કપાસમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થઈ જતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામની સીમમાં કપાસના વાવતેરમાં દવા છાંટતી વેળાએ નાસીમભાઈ દાઉદભાઈ પારેડી ઉ.24 નામના યુવકને ઝેરી અસર થતા પ્રથમ જેતપર બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.