વાંકાનેર : વાંકાનેરમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સંતો મહંતો, માલધારી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત સમસ્ત હિન્દુ સમાજના ભાવિકો જોડાયા હતાં. આ વેળાએ જગ વિખ્યાત તરણેતર મેળાની કલાત્મક છત્રીઓ અને ભાતીગળ વેશભૂષા સાથે યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.