મોરબી : મોરબીના ઘુનડા(સ.) ગામે અપના ગ્રુપ અને ગામ સમસ્ત દ્વારા જન્માષ્ટમીની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો.