મોરબી : મોરબીમાં જવીબેન ધારાભાઈ ઝાપડા નામના 90 વર્ષના માજીને હાથમાં સાપ કરડતા મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીંના તબીબે તેઓને રાજકોટ સીવીલ હોસ્પિટલમા વધારે સારવાર માટે રીફર કર્યા છે. જેમા રસ્તામા પેશન્ટની તકલીફ વધારે ગંભીર થઈ હતી. જેમા ERCP ડો.મીહીર અને રામાણીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સારવાર આપી NPA લગાવીને કૃત્રિમ શ્વાસ આપી પેશન્ટને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 108માં ઇએમટી ધર્મેશભાઇ દેગામાં અને પાઇલોટ આશીષભાઈ કાનગડ રોકાયા હતા.