મોરબી : મોરબી કંડલા હાઇવે ઉપર આવેલ ફર્ન હોટલમાં સિક્યુટિરી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રફીકભાઈ મહમદભાઈ શેખ ઉ.66 નામના વૃદ્ધ ગત તા.13ના વહેલી સવારે રોડની સામેની તરફ ચા પીવા જતા હતા ત્યારે જીજે - 12 - બીઝેડ - 3821 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર વસીમભાઈ રફીકભાઈ શેખે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.