મોરબી : મોરબીમાં રાત્રીના પોણા 11 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન સામાકાંઠે અનેક વિસ્તારોના વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે હાલ જન્માષ્ટમીના મેળાઓ ચાલી રહ્યા છે. ત્યારે લાંબા વિરામ બાદ હવે મેઘરાજા ધોધમાર વરસીને ગત વર્ષ જેવો જ માહોલ સર્જે તેવું લાગી રહ્યું છે.