શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું : નવા કર્મચારીઓને નિમણુંક પત્રો એનાયત કરાયામોરબી : મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આજે પ્રથમવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તેઓએ મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. ધ્વજવંદનના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ સંબોધન પણ કર્યું હતું. જેમાં તેઓએ શહીદ વિરોના બલિદાનને યાદ કરી સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા કામો વર્ણવ્યા હતા. સાથે મહાપાલિકા હવે પછી કેવા કામો કરશે તે માહિતી તેઓએ આપી હતી. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.