ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર પોલીસ ચેકપોસ્ટ પાસે જીજે - 03 - એમઆર - 0621 નંબરની વેગનઆર કારના ચાલકે ગત તા.11 ઓગસ્ટના રોજ જીજે - 14 - એઇ - 2017 નંબર બાઈક ઉપર જઈ રહેલા પ્રજેશસિંહ રાજેન્દ્રસિંહ મકવાણા અને તેમના પત્ની નિરૂપમાબેનને પાછળથી ઠોકર મારતા પ્રજેશસિંહને મૂંઢ ઇજાઓ થઈ હતી જ્યારે નિરૂપમાબેનમેં સાથળના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.હાલમાં ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.