મોરબી : માળીયા મિયાણા ખાતે માલાણી શેરીમાં માતા પિતાને ઘેર આવેલ મોહસીનાબેન ગુલઝારભાઈ માલાણી ઉ.20 નામની પરિણીતાને માથામાં દુઃખતું હોવાથી ગત તા.11 ઓગસ્ટના રોજ માથામાં દુઃખાવાની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.13ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મોહસીનાબેનના છ માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.