મોરબી : મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં ઓફિસમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જેઇલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં આરોપી અનિલભાઈ મુળુંભાઈ ગજિયાની ઓફિસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા ઓફિસમાં જુગાર રમી રહેલ આરોપી અનિલભાઇ મુળુભાઇ ગજીયા ઇશ્વરલાલ છગનભાઇ ઠાકોર, અમીતભાઇ ગંગારામભાઇ અગેચણીયા, ભરતભાઇ હમીરભાઇ નાગલાણી અને રામભાઇ નારણભાઇ રાઠોડ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે રોકડા રૂપિયા 10,500 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.