વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં નવાપરા અને રાજાવડલા ગામમાં દરોડા પાડી સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી કિરીટભાઈ અંબારામભાઈ સરવૈયા અને રાજેશભાઇ જગદીશભાઈ દેત્રોજાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1000 કબ્જે કર્યા હતા.જ્યારે બીજા દરોડામાં પોલીસે નવાપરામાં દરોડો પાડી આરોપી રામજીભાઇ શામજીભાઇ દેકાવાડીયા, પ્રદીપભાઇ મનસુખભાઇ ઇન્દરીયા, રૂત્વીકભાઇ સુરેશભાઇ બાવળીયા, રાહુલભાઇ હમીરભાઇ ગાંભા અને પ્રદીપભાઇ રઘુભાઇ સરાવાડીયાને રોકડા રૂપિયા 2950 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.