મોરબી : મોડપર ખાતે મોડપર યુવક મંડળ દ્વારા આગામી 16 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા 9 કલાકે શિવાલય મંદિરથી પ્રસ્થાન કરશે. તેમજ બપોરે 12 વાગ્યે શ્રી રામજી મંદિર ચોક ખાતે મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સહભાગી બનવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.