મોરબી : મોરબીના જસમતગઢ ગામે આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ બજરંગ યુવક મંડળ તથા સમસ્ત જસમતગઢ ગામ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે સવારે 8-30 કલાકે રામજી મંદિર ચોકથી ભવ્ય રથયાત્રા નીકળશે અને રથયાત્રા પૂર્ણ થયા બાદ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌ ગ્રામજનોને આમંત્રણ પાઠવાયું છે.