મોરબી : મોરબીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ રાત્રીએ નગર દરવાજા અને રેલવે સ્ટેશનને તિરંગાનું સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે. કેસરી, સફેદ અને લીલા રંગના રોશનીના ઝગમગાટથી બન્ને જગ્યાઓ નિખરી ઉઠી હતી. આ લાઇટિંગ જોઇ લોકો અનેરો આનંદ માણી રહ્યા છે.